રૂપાણી સરકાર નર્મદાના પીવાના પાણીના ભાવમાં કરશે વધારો? જાણો ક્યારથી લાગુ થશે?
Continues below advertisement
હવે રૂપાણી સરકાર નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમાં વધારો કરી રહી છે. જેમાં માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ. 3.13નો વધારો થશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોને વધારે દર ચૂકવવા પડી શકે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લિટરે 3.80 રૂપિયા રાખ્યા છે, જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લિટરે 31.38 રૂપિયા રાખ્યા છે.માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે. બન્ને પાણીના વપરાશના દરમાં નવા નાણાકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement