દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીમાં રૂપાણી કેટલામાં નંબરે છે? જાણીને ચોંકી જશો

Continues below advertisement

Desh Ka Mood ABP News Survey: Abp ન્યૂઝ માટે સી-વોટરે દેશનો મૂડ જાણ્યો હતો. સર્વેમાં પાંચ સૌથી ખરાબ મુખ્યમંત્રીઓમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પ્રથમ નંબર પર છે. બીજા નંબર પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ત્રીજા નંબર પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, ચોથા નંબર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને પાંચમા નંબર પર તમિલનાડુના મુખ્યમંત્રી પલાની સામી છે.

દેશના સૌથી સારા મુખ્યમંત્રીઓની ટોપ 10ની લિસ્ટમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પ્રથમ નંબર પર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી  જગન મોહન રેડ્ડી ત્રીજા નંબર પર છે. કેરલના મુખ્યમંત્રી પી વિજયન ચોથા ક્રમે છે, પાંચમા ક્રમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, છઠ્ઠા ક્રમે  છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, સાતમા ક્રમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આઠમા ક્રમે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નવમા ક્રમે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી આ યાદીમાં 10માં નંબર પર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram