Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

Continues below advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસને ઘેરી હતી. જેપી નડ્ડા અને અશ્વિની વૈષ્ણવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 75 વર્ષની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે સંસદમાં પક્ષો અને વિપક્ષો હોય અને લોકોના પોતાના વિચારો હોય. પરંતુ જ્યારે સંસદમાં ચર્ચા થાય છે ત્યારે તે તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ ગઈકાલથી કોંગ્રેસે જે રીતે તથ્યોને વિકૃત કરીને રજૂ કર્યા છે તેની હું સખત નિંદા કરું છું. 

ગૃહમંત્રીએ કહ્યું કે, આવું એટલા માટે થયું કારણ કે બીજેપીના વક્તાઓએ કહ્યું કે, કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સાવરકરજીનું અપમાન કર્યું. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણને કચડી નાખ્યું. કોંગ્રેસે ભારતીય સેનાનું અપમાન કર્યું. કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે સંસદમાં આ વાત સાબિત થઈ ત્યારે કોંગ્રેસે જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિરોધી છે. કોંગ્રેસ બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું. કોંગ્રેસ સાવરકર વિરોધી છે. બાબા સાહેબની ગેરહાજરી પછી પણ કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને સન્માન આપ્યું નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram