કોરોના:સંક્રમણ બાદ વેક્સિન ન લેનારને વધુ જોખમ, અમેરિકી સ્ટડીમાં થયો દાવો
કોરોના વેક્સિન ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. એક સ્ટડીમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોમાં રીઇન્ફેકશનનું જોખમ વધુ છે. શુક્રવારે સેન્ટર ઓફ ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશન
ની એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોને અપીલ કરી છે કે, ઇન્ફેક્ટેડ થઇ ચૂકેલા લોકો રિકવરી બાદ વિના વિલંબે વેક્સિનનો ડોઝ લગાવી લે. કારણ કે ઝડપથી ફેલાઇ રહેલા ડેલ્ટા વેરિયન્ટનું જોખમ વધી રહ્યું છે. જેમાં એવા લોકોને વધુ જોખમ છે, જે લોકો એક વાર કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. લેબમાં એ વાતના સાક્ષ્ય મળ્યાં છે કે, વેક્સિનથી લોકોમાં નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટ થઇ રહી છે અને વાયરસના નવા વરિયન્ટ સામે સુરક્ષા મળી રહી છે. સીડીસીના ડારેક્ટરે કહ્યું કે, કોરોના ડેલ્ટા વેરિયન્ટમાં રીઇન્ફેકશનની શકયા વધી રહી છે. જેથી એવા લોકોએ રિકવરી બાદ ઝડપથી લેવી જોઇએ જે પહેલા સંક્રમિત થઇ ચૂ્ક્યાં છે. આપને જણાવી દઇએ કે, હજું રીઇન્ફેકશન મુદ્દે કોણ તારણ પર પહોંચવા માટે આપણી પાસે ડેટા પૂરતો નથી પરંતુ યૂએસ હેલ્થ અધિકારીઓએ બ્રિટનના આંકડા પરથી આ વાતને સંકેત આપ્યાં છે કે, ડેલ્ટા વેરિયન્ટથી રિન્ફેકશનનું શકયતા વધુ છે.