Independence Day 2024: 'દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોય', લાલ કિલ્લાથી UCC પર બોલ્યા PM મોદી
Continues below advertisement
સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું, "આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વારંવાર ચર્ચા કરી છે. આપણા દેશનો એક વર્ગ માને છે અને તેમાં સત્ય છે કે આપણે જે સિવિલ કોડ દ્વારા જીવી રહ્યા છીએ તે ખરેખર એક પ્રકારનો છે કમ્યુનલ સિવિલ કોડ છે. ભેદભાવપૂર્ણ સિવિલ કોડ છે. એટલા માટે હવે દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઇએ
વડાપ્રધાન મોદીએ પણ નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "અમે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, પરંતુ એ પણ સાચું છે કે કેટલાક લોકો એવા છે જે પ્રગતિ જોઈ શકતા નથી. કેટલાક લોકો ભારતનું સારું વિચારી શકતા નથી. દેશને આવા નિરાશાવાદી તત્વોને સમજવાની જરૂર છે
Continues below advertisement