Delhi Farmer Protest: દિલ્હીમાં ફરી ખેડૂતોની કૂચ, અમારી માંગ નહીં પુરી થાય તો..| Abp Asmita

Continues below advertisement

આજે એટલે કે સોમવારે સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે, જ્યાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તેઓ નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા પગલાં વધારી દીધા છે.

ખેડૂતોનું જૂથ મહામાયા ફ્લાયઓવરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. હવે પોલીસ અને આંદોલનકારી ખેડૂતો આમને-સામને આવી ગયા છે.  નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ખેડૂતોએ ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram