Delhi Rain | દિલ્હીમાં વરસાદની બેટિંગ શરૂ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ

Continues below advertisement

દેશમાં હવે ચોમાસું(Monsoon 2024) ટૂંક સમયમાં રાહત આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર 10 થી વધુ રાજ્યોમાં ચોમાસુ વેગ પકડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 24 કલાકમાં ગરમીથી રાહત મળવાની છે. હાલમાં ગુરુવારે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ(Rain)પડવાનો છે.

રાજધાની દિલ્હીના મુનિરકા, સરિતા વિહાર, રાવ તુલારામ માર્ગ, આરકે પુરમ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આકરી ગરમી અને ભેજનો સામનો કરી રહેલા દિલ્હીને થોડી રાહત મળી છે....... IMD એ માહિતી આપી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram