હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિત અન્ય ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. હવે ઠંડીની સાથે સાથે ધુમ્મસ પણ અહીં લોકોની મુશ્કેલીમાં વધારો કરશે. પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગે અહીં કોલ્ડવેવને લઈને બે દિવસનું એલર્ટ જાહેર કર્યું છે. વેધર સ્ટેશન સફદરજંગ ખાતે લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ અને પાલમમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવે એવો સમય આવી ગયો છે જ્યારે દિલ્હીમાં કડકડતી ઠંડી પડશે.હવામાન વિભાગે 12 અને 13 ડિસેમ્બરે દિલ્હીના ઘણા વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરી છે, જેના માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સવાર-સાંજ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે.