Jammu Kashmir: જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા (Doda) જિલ્લામાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષાકર્મી શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે (16 જુલાઈ, 2024) આ માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
તેમણે કહ્યું હતું કે 20 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા ગોળીબારમાં એક અધિકારી સહિત ચાર સુરક્ષાકર્મી અને એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેમાંથી ચારના મોત થયા છે.