ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારે સંગ્રહ પર મુક્યો કાપ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડુંગળીના સ્ટોક મુદ્દે કેંદ્ર સરકારે યુ-ટર્ન માર્યો છે. ડુંગળીના સ્ટોક પર લિમિટ લાગુ કરી છે. તાજેતરમાં કૃષિ બિલ રજૂ કરતી વખતે સરકારે ડુંગળી અને બટાકા પરથી સ્ટોક લિમિટ દૂર કરી હતી. જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટન અને રિટેલર્સ માટે બે ટનનો સ્ટોક નક્કી કર્યો છે. ગુજરાતમાં 8 લાખ ટનના ઉત્પાદન સામે માત્ર 3 લાખ ટન સ્ટોકનો અંદાજ છે. ડુંગળી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાક ધોવાઈ જતા ડુંગળીના ભાવમાં મોટો વધારો છે. રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતો વધીને 75થી 80 રુપિયા થઈ ગઇ છે.