Himachal Pradesh| આખે આખા ગામો તણાયા પાણીના પ્રવાહમાં, જુઓ તબાહીના આ દ્રશ્યો | Abp Asmita

Continues below advertisement

ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. કેદારનાથ વિસ્તારમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં SDRFના જવાનોને રવાના કરવામાં આવ્યા છે. કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. ભક્તોને સુરક્ષિત સ્થાન પર આશરો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ધામીએ ઈમરજન્સી કંટ્રોલરૂમથી વરસાદ અંગે સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે, 'કેદારનાથમાં ભક્તોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી દેવામાં આવ્યા છે.'

કેદારનાથ-યમુનોત્રી ચારધામની યાત્રા રોકવામાં આવી 

ઉત્તરાખંડના કેદારનાથ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદને પગલે આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ દરમિયાન કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા યાત્રા રોકી દેવામાં આવી છે. પહાડી વિસ્તારોની સ્થિતિને લઈને પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે, 'કેદારનાથ અને યમુનોત્રી પદયાત્રાના રૂટ પર ભારે વરસાદને લઈને યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યારે મુસાફરોને સલામત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી મળી નથી. બીજી તરફ, સુરકંડા નજીક પણ વાદળ ફાટ્યું હોવાની જાણકારી મળી છે.'

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram