Jammu Kashmir Earthquake | જમ્મુ-કશ્મીરમાં અનુભવાયો 4.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

Continues below advertisement

Jammu-Kashmir Earthquake News: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર આજે સવારે એટલે કે, મંગળવારે (20 ઓગસ્ટ) સવારે એક પછી એક ભૂકંપના ઝટકાથી હચમચી ઉઠ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં બે ભૂકંપના આંચકાએ ખીણના લોકોને હચમચાવી દીધા હતા. રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની ધ્રુજારીની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી, જ્યારે બીજા આંચકાની તીવ્રતા 4.6 હતી. હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે લોકોમાં ચોક્કસપણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં ઘણી વખત એવું બને છે કે જ્યારે ભૂકંપનો પહેલો આંચકો આવે છે ત્યારે તેની સાથે આફ્ટરશૉક પણ અનુભવાય છે, જેની તીવ્રતા ઓછી હોય છે. સાદી ભાષામાં કહીએ તો ધરતીકંપનો પહેલો આંચકો મજબૂત બળ સાથે આવે છે, ત્યારબાદ બીજો આંચકો થોડી ઓછી તીવ્રતાનો હોય છે. એવું માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ વખતે પણ આ જ વસ્તુ જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. લોકોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram