Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ

Continues below advertisement

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ

નાગપુર: મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના નવ દિવસ બાદ આખરે કેબિનેટ વિસ્તરણનો સમય આવી ગયો છે. રવિવારે કેબિનેટનું વિસ્તરણ થશે, પરંતુ હજુ સુધી કોને કોને મંત્રી મંડળમાં સ્થાન મળશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર છે. ગત 5 ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં શક્તિપ્રદર્શન યોજ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. મંત્રીમંડળના શપથ સમારંભમાં જ કોને કોને સ્થાન મળશે તે ખબર પડશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram