Maharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

Continues below advertisement

Maharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

હારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા ઘણાં દિવસોથી હજુ મથામણ ચાલી જ રહી છે ત્યારે ગઇકાલે જ ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની મહારાષ્ટ્રના પર્યવેક્ષક તરીકે નિમણૂક કરીને તેમને મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. આ દરમિયાન આજે મીડિયા સાથેની વાતચીતમાં રૂપાણીએ ચોખવટ કરી દીધી હતી કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો ભાજપના જ હશે એવું મારું માનવું છે. 

આજે કે આવતીકાલે બેઠક...! 

પર્યવેક્ષક બનાવાયા બાદ રૂપાણીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક આજે કે આવતીકાલે થઇ શકે છે. મને લાગે છે કે મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપના જ હશે. આ સાથે મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને લાંબા સમયથી ચાલતી ગડમથલનો અંત દેખાતો થઇ રહ્યો છે અને એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને આ પદ મળી શકે છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ મુદ્દે સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવામાં હાલના કાર્યકારી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે પોતે ડેપ્યુટી સીએમની રેસમાં હોવાનું નકાર્યું છે. તે કેન્દ્રીય સ્તરે પણ કોઈ મંત્રી પદ લેશે નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram