Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?

Continues below advertisement

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું? 

Former PM Manmohan Singh Funeral: આજે સવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાયો હતો. અહીં રાહુલ ગાંધી સહિત મહાનુભાવો પહોંચ્યા હતા. આ બાદ ત્યાંથી અંતિમ યાત્રા શરૂ થઈ છે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે  રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે 28 ડિસેમ્બર 2024ના રોજ સવારે 11.45 કલાકે કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ માહિતી આપી છે. કોંગ્રેસે તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે યોગ્ય જગ્યાની માંગ કરી છે. હવે કોંગ્રેસની સાથે અન્ય પાર્ટીઓ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે કેન્દ્રએ મનમોહન સિંહનું સ્મારક બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવશે અને તેમાં સમય લાગશે. આવી સ્થિતિમાં, અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram