MP: ધનતેરસના દિવસે મંદિરે દર્શન કરવા ગયા હતા પૂર્વ ધારાસભ્ય, અચાનક ઢળી પડતા થયું મોત, જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Nov 2020 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશના બેતુલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહી એક પૂર્વ ધારાસભ્યના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પૂર્વ ધારાસભ્યના મંદિરમાં પૂજા દરમિયાનનો છે. અહી ધનતેરસના દિવસે પૂજા કરતા સમયે પૂર્વ ધારાસભ્યનું અચાનક મોત થઇ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા ધનતેરસના દિવસે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. દરમિયાન અચાનક તેમનું મોત થઇ ગયું હતુ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પૂર્વ ધારાસભ્યનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.