One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Continues below advertisement

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા ચૂંટણી 2024 પહેલા માર્ચ મહિનામાં કેબિનેટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. મોદી 3.0ના 100 દિવસના એજન્ડામાં વન નેશન-વન ઈલેક્શનનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ મૂકવાનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 17 સપ્ટેમ્બરે જ કહ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન વન નેશન-વન ઇલેક્શન લાગુ કરશે. આ પહેલા ગત સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દેશ, એક ચૂંટણીની જોરદાર હિમાયત કરી હતી.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અવારનવાર ચૂંટણીના કારણે દેશની પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે. 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે દેશે આગળ આવવું પડશે. નોંધનીય છે કે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વન નેશન-વન ઈલેક્શનના મુદ્દાને પણ સ્થાન આપ્યું છે.

કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ વન નેશન-વન ઈલેક્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે વ્યવહારુ નથી અને તે કામ કરશે નહીં. તેમણે કહ્યું કે વર્તમાન મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram