Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત

Continues below advertisement

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું બુધવારે હૈદરાબાદમાં પ્રીમિયર થયું હતું, જેમાં નાસભાગ મચી ગઈ હતી. સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતાને જોવા માટે લોકો એકઠા થયા ત્યારે ભીડ બેકાબૂ થઇ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક મહિલાની ઓળખ દિલસુખનગરની રેવતી તરીકે થઇ છે. મહિલા તેના પતિ ભાસ્કર અને બે બાળકો સાથે ફિલ્મના પ્રીમિયરમાં પહોંચી હતી. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ નાસભાગ મચી હતી. ફિલ્મનો અભિનેતા અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ એકઠી થઈ હતી, જે સ્ક્રીનિંગમાં પણ હાજર હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram