Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Continues below advertisement
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
રાજસ્થાનના ઝાલોરમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત. ઝાલોરમાં ગુજરાતની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. બસમાં સવાર 15 લોકોનો થયો આબાદ બચાવ. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. રાનીવાડાના માલવાડા પાસે બની અકસ્માતની ઘટના. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલ ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. બસમાં 15થી વધુ લોકો બેઠા હતા, ત્યારે મોટી દુર્ઘટના ટળી છે. અકસ્માતને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને ક્લિયર કરાવાયો છે. માલવાડા પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. જોકે, વધુ વિગત જાણવા મળી નથી.
Continues below advertisement