Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

Continues below advertisement

ઉત્તર પ્રદેશથી સમાચાર: સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ભારે હંગામો

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદમાં આજે ફરીથી સર્વે શરૂ કરવામાં આવતા ભારે હંગામો મચ્યો છે. બંને પક્ષોની હાજરીમાં સર્વેની કામગીરી કરવામાં આવવાની હતી.  દરમિયાન સર્વેનો વિરોધ શરૂ થઈ ગયો. જોતજોતામાં પ્રદર્શનકારોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો. મસ્જિદ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો. કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત પણ કરી છે. પ્રદર્શનકારીઓના હંગામા બાદ મસ્જિદનો સર્વે રોકી દેવામાં આવ્યો. 

હાજર ટીમ સભ્યોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા છે. હાલત કાબુમાં કરી લેવામાં આવી છે. હંગામો એટલો વધી ગયો હતો કે મસ્જિદના વિસ્તારમાં જ્યાં સર્વે ટીમ મસ્જિદની અંદર હાજર હતી અને સર્વેનું કામ કરી રહી હતી, ત્યાં વાહનો ફૂંકી દેવામાં આવ્યા. આગજની થતી જોઈ શકાય છે. પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેના પછી પોલીસને હાલત કાબુમાં કરવા માટે ટિયર ગેસ છોડવા પડ્યા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram