Samosa Scam:લ્યો બોલો CMના સમોસા ખાઈ ગ્યો સ્ટાફ, પાંચ પોલીસકર્મીઓને ફટકારાઈ નોટિસ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ 21 ઓક્બરો સીઆઈડી હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા. .અહીં તેમના માટે ત્રણ બોક્સમાં સમોસા અને કેક મંગાવાયા હતા. પરંતુ આ ફૂડ આઈટમ સીએમને પીરસવાના બદલે સુરક્ષાકર્મીઓને સર્વ કરવામાં આવી હતી. જે બાદ આ સમગ્ર મામલે સીઆઈડી તપાસ સોંપવામાં આવી હતી.
સીઆઈડી તપાસમાં એવું સામે આવ્યું કે, કોઈની ભૂલના કારણે મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા સમોસા અને કેક સીએમના સ્ટાફને પીરસવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ પર એક સીનિયર અધિકારીએ લખ્યું, આ કૃત્ય સરકાર અને સીઆઈડી વિરોધી છે.સમોસા વિવાદ પર ડીજી સીઆઈડી સંજીવ રંજને કહ્યું, મુખ્યમંત્રી અમારા એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. જ્યારે કાર્યક્રમ ખતમ થયો ત્યારે અધિકારી બેસીને ચા પીતા હતા અને કોઈએ પૂછ્યું સામાન લાવ્યા હતા તેનું શું થયું, તેની તપાસ કરો. બસ આટલું જ હતું. તેમણે કહ્યું, આ સીઆઈડીનો આંતરિક મામલો છે. જે ખુબ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે, તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે.