RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે

Continues below advertisement

સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનશે. કેન્દ્રીય કેબિનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે, સંજય મલ્હોત્રા 1990 IAS બેચના અધિકારી છે, જે અત્યાર સુધી રેવન્યુ સેક્રેટરી હતા. તેમની નિમણૂક વિશે વાત કરીએ તો તેઓ 3 વર્ષ માટે હશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે.

કોણ છે સંજય મલ્હોત્રા ?

સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી. સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે કાર્યભાર સંભાળશે.

33 વર્ષની તેમની કારકિર્દીમાં  તેમણે પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ દર્શાવ્યો છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા. 

તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરે નાણા અને કરવેરાનો ઊંડો અનુભવ છે. તેમના વર્તમાન કાર્યકાળમાં તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરને લગતી નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram