Tamil Nadu train accident | માલગાડી સાથે ધડાકાભેર અથડાઈ પેસેન્જર ટ્રેન, 2 બોગીમાં આગ | Abp Asmita

Continues below advertisement

તમિલનાડુમાં શુક્રવાર (11 ઓક્ટોબર)ના રોજ એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ. તમિલનાડુના તિરુવલ્લૂરમાં આ ટ્રેન અકસ્માત થયો છે. માહિતી અનુસાર બિહારના દરભંગા જતી બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. ઘટના પછી સામે આવેલા વીડિયોમાં અકસ્માતના સ્થળે આગ લાગેલી જોવા મળી શકે છે.

હજુ સુધી આ અકસ્માતમાં કોઈના મૃત્યુની માહિતી સામે આવી નથી. જો કે, કેટલાક લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી ઘણા વધુ કોચ પાટા પરથી ઉતરી જવાના સમાચાર છે. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram