દિલ્હીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, દિલ્હી પોલીસે બે આતંકીઓની કરી ધરપકડ
Continues below advertisement
જૈશ-એ- મહોમ્મદ સાથે સંબંધ ધરાવતા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓને પાકિસ્તાનથી સંદેશ આવ્યો હતો અને આ સંદેશમાં મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા હતા. સાથે જ સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના દેવચંદમાં પણ બંન્ને આતંકી ગયા હતા અને સહારનપુરામાં રોકાયા હતા. આ બંન્ને આતંકી સ્પેશલ ટ્રેનિંગ માટે પાકિસ્તાન જવા માંગતા હોવાનો તેમજ ભારતની બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હોવાનો પણ ખુલાસો થયો છે. સૂત્રોનું માનીયે તો બંન્ને આતંકી મોટા ષડયંત્રની ફિરાકમાં હતા. અને દિલ્લી સહિત NCRના વિસ્તારો તેમના નિશાન પર હતા.બંન્ને આતંકી પાસેથી વિસ્ફોટક સામગ્રી અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા છે. બંન્ને આતંકી બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement