Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
Continues below advertisement
આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના પૂર્વ CM વાયએસ જગન મોહન રેડ્ડીએ તિરુપતિ લડ્ડુ પ્રસાદમ વિવાદ પર ભાજપ અને TDP ના આરોપો પર મોટું નિવેદન આપ્યું છે. CM ચંદ્રબાબુ નાયડુના આક્ષેપોનો જવાબ આપતા જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા દર છ મહિને થાય છે અને પાત્રતાના માપદંડ દાયકાઓથી બદલાયા નથી. સપ્લાયર્સે NABL પ્રમાણપત્ર અને ઉત્પાદન ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવું પડશે. અમે અમારા નિયમ હેઠળ 18 વખત ઉત્પાદનોને નકારી કાઢ્યા છે.
જગન મોહન રેડ્ડીએ કહ્યું કે TDP ધાર્મિક બાબતોનું રાજકારણ કરી રહી છે. ચંદ્રબાબુ નાયડુની માનસિકતા ભગવાનનો રાજકારણ માટે ઉપયોગ કરવાની છે. તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુ પોતાના 100 દિવસના શાસનમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે ઘીમાં ભેળસેળના આરોપો લગાવી રહ્યા છે.
Continues below advertisement