Weather Update: દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દિલ્લીમાં ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો. દિલ્લીના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચીગયો છે. તો દિલ્લી,હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંસાત દિવસ સુધી ગરમીઅને લૂને લઈને કોઈ રાહત નહીં મળે. દિલ્લી એનસીઆરમાં હાલમાં પ્રચંડ ગરમીને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધુ છે. રવિવારે દિલ્લીના નજફગઢમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. દિલ્લીના બાકીના વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આવનારા સાત દિવસો માટે ગરમ પવન ફુંકાતો રહે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નથી.. બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો અને બિહારમાં પણ હવામાન વિભાગે ગરમી અને લૂ માટે એલર્ટ જાહેર કરી દીધુ છે..