Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
મહેસાણા જિલ્લામાં ફરીએકવાર ચાઈનીઝર દોરીનો કહેર સામે આવ્યો.. આંબલિયાસણમાં વધુ એક યુવતીનું ચાઈનીસ દોરીથી ગળુ કપાયું. એક્ટિવા પર જતા સીમાબેન પટેલ ચાઈનીસ દોરીથી ઈજાગ્રસ્ત થયા. તેમને ગળાના ભાગે દોરી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જો કે તાત્કાલિક સારવાર મળી જતા યુવતીનો જીવ બચી ગયો. જો કે થોડા દિવસ પહેલા આંબલિયાસણનો જ યુવક દોરીથી થયો હતો ઈજાગ્રસ્ત.
મહેસાણા જિલ્લામાં વધુ એક યુવતી બની ચાઈનીઝ દોરીનો શિકાર. આંબલીયાસણના રેલવે પુલ પરથી મોપેડ પર જતી યુવતીને ગળાના ભાગે ચાઈનીઝ દોરી લાગતા ગંભીર રીતે ઈજા પહોંચી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સીમાબેન પટેલ નામની યુવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.. જો કે સત્વરે સારવાર મળી જતા યુવતીનો જીવ બચ્યો હતો. થોડા દિવસ અગાઉ જ આંબલીયાસણમાં ચાઈનીઝ દોરી વાગતા એક યુવકનું મોત થયુ હતુ.. ત્યારે ચાઈનીઝ દોરી વેચીને લોકોના જીવને જોખમમાં મુકનાર વિરૂદ્ધ સ્થાનિક પ્રશાસનને કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.