VASECTOMY Scandal In Mehsana : નસબંધી કાંડનો ભોગ બનનાર abp અસ્મિતા પર એક્સક્લૂઝીવ
નસબંધીના વિવાદ વચ્ચે એબીપી અસ્મિતાની ટીમ મહેસાણાના જમનાપુર પહોંચી છે. જ્યાં નસબંધીના ઓપરેશનનો ભોગ બનેલ યુવાન સાથે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજ્યગુરૂએ વાતચીત કરતા કેટલાક મોટા ખુલાસા થયા. એબીપી અસ્મિતા સાથે વાત કરતા ભોગ બનનારે જણાવ્યું કે જામફળના ઝાડ કાપવાનું કહીને તેની નસબંધી કરી નાંખવામાં આવી હતી. એટલુ જ નહીં.. જમનાપુર ગામના યુવાનોએ આરોગ્ય વિભાગ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પુરૂષ હેલ્થ વર્કર જામફળના ઝાડ કાપવાની મજુરી માટે લઈ ગયો હતો. જમનાપુરથી એમ્બ્યુલન્સ મારફતે તેમને અડાલજ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈને કેટલાક કાગળો પર સહી કરીને ઓપરેશન કરવા રૂમમાં લઈ ગયા હતા. બેભાન કરીને તેમનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યુ હતુ.. બાદમાં મારૂ ઓપરેશન થઈ ગયુ હોવાની મને ખબર પડી હતી.. ઓપરેશન પૂર્ણ થયા બાદ ભોગ બનનારને બે હજાર રૂપિયા આપ્યા. એબીપી અસ્મિતા સાથે વાત કરતા ભોગ બનનારે વધુમાં જણાવ્યું કે મારા લગ્ન થઈ ગયા બાદ છુટ્ટાછેડા થઈ ગયા હતા. તેને કઈ સંતાન નથી અને છેતરીને તેનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યુ હતુ