સ્ટુડન્ટ વિઝાના નામે  લાખો રૂપિયાની ઠગાઈ, અમેરિકા મોકલવાની લાલચ આપી......જુઓ વીડિયો

Continues below advertisement

સ્ટુડન્ટ વિઝાના નામે  લાખો રૂપિયાની ઠગાઈ થઇ છે. મહેસાણાની કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ મહેસાણાના લક્ષ્મીપુરા ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી બાદમાં તેમને એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખ્યા. આ સમય દરમિયાન પરિવાર પાસેથી ત્રણ તબક્કે 37 લાખ 50 લાખ ખંખેર્યા હતા. જીવ બચાવીને ઘરે પહોંચેલા યુવકે પરિવારને આપવીતી જણાવતાં યુવકના પિતાએ બંને ઠગોને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં 5 લાખ પરત આપી ફરી યુવકને કાયદેસર અમેરિકા મોકલવાનું નાટક કર્યું હતું. ઘટના આમ તો બે વર્ષ પહેલાની છે. પણ ફરિયાદ હાલ નોંધાઇ છે. પીડિત હિતેન પટેલે કલોલના રવિન્દ્ર પટેલ અને અમદાવાદના જીનલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram