Gujarat By Poll 2024 | 'મેં 8 વાર ટિકિટ માંગી પણ ન આપી', સી.જે. ચાવડાને ટિકિટ આપતાં રાજીનામું

Continues below advertisement

Gujarat Bypoll News: સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે, આજે વિજાપુર બેઠકને લઇને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ વાત છે કે, પાંચેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram