Mehsana News | મહેસાણામાં રીક્ષા ચાલકની દાદાગીરી, બસ આગળ મૂકી દીધી રીક્ષા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana News | મહેસાણા મોઢા ચોકડી ઉપર આવેલા બસ પોટ પર રીક્ષા ચાલકની દાદાગીરી આવી સામે રોડ ઉપરથી રિક્ષા હટાવવાનું કહેતા રિક્ષા ચાલકે રોડની વચ્ચોવચ રિક્ષા મૂકી એસટી બસને એક કલાક સુધી રોકી રાખી. જરા જુઓ આ દ્રશ્યોને. આ છે મહેસાણા ના મોઢેરા ચોકડી પર આવેલા નવા બસ પોટના બસ પોટના દરવાજા પાસે પાર્ક કરેલ રીક્ષા હટવાનું બસ ચાલાક કહેતા રીક્ષા ચાલાક દાદાગિરિ પર ઉતરી આવ્યો અને રીક્ષા રોડની વચ્ચો વચ આડી મૂકી બસને રોકી લીધી. જો કે આ નાટક એક કલાક સુધી ચાલ્યુ. મહેસાણાથી અમદાવાદ તરફ જતી આ એસટી બસમાં 50થી વધારે મુસાફરો ભરેલા હતા, તેવામાં રીક્ષા ચાલકની દાદાગીરીથી એક કલાક સુધી બસ રોડની વચ્ચે ઉભી રહી હતી. સ્થાનિકોએ મહેસાણા પોલીસને જાણ કરવા છતા પોલીસ આવિ નહિ અને રીક્ષા ચાલકની દાદાગીરી ચાલતી રહી, જેનાં કારણે બસનાં ચાલક અને મુસાફરો બન્ને હેરાન થયાં તો બીજી તરફ રોડ વચ્ચે રીક્ષા મૂકી દેતા ટ્રાફીક સમસ્યા પણ ઉભી થઇ હતી.