Mehsana VASECTOMY Controversy : નસબંધીકાંડમાં મોટો ખુલાસો, શું ઓપરેશન કરવાનો ટાર્ગેટ અપાયો?

Continues below advertisement

Mehsana VASECTOMY Controversy : નસબંધીકાંડમાં મોટો ખુલાસો,  શું ઓપરેશન કરવાનો ટાર્ગેટ અપાયો? 

મહેસાણા નસબંધી કાંડ: અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન

મહેસાણા નસબંધી કાંડને લઈને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનું બડબોલાપણું. સંજય ગાંધી જે રીતે કેસ કરતા હતા તે રીતે અમે નથી કરવા માંગતા, એવું જીબી ગઢવીએ કહ્યું છે. સાબરકાંઠામાં નસબંધીના 375 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. સાબરકાંઠામાં ટાર્ગેટ કરતાં પણ વધુ ઓપરેશન થયા છે, એવી પણ વાત જીબી ગઢવીએ કરી છે. 

મહેસાણાની અંદર નસબંધી કાંડ સામે આવ્યો તેને લઈને હવે આ નિવેદનો સામે આવી રહ્યા છે. અધિક જિલ્લા આરોગ્ય તરફથી પણ આ નિવેદનો સામે આવ્યા છે. તેમણે કહ્યું છે કે જે રીતે સંજય ગાંધી કેસ કરતા હતા તે રીતે અમે નથી કરવા માંગતા. મેં એમાં લખ્યું પણ હતું કે ભાઈ જે રીતે સંજય ગોંધી જે રીતે કર્યું તું એવા અમે કેસો નહી કરવા માંગતા. પોતે સામેથી ચાલીને કે મારે ઓપરેશન કરાવું છે તો અને તો જ ઓપરેશન કરવાનું. એનું કાઉન્સલિંગ હોય એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. સાબરકાંઠામાં 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ ટાર્ગેટ એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટારગેટ. સો ધેટ પીપલ કેન વર્ક. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram