મહેસાણાના લાખણી તાલુકા શાળાની 27 લાખની ઉચાપત કરનાર આચાર્ય ઝડપાયો, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા ના લાખણી તાલુકાની શાળા માંથી રૂપિયા 27,67,348ની ઉચાપત કરનાર આચાર્ય મહેસાણાના બેચરાજીથી ઝડપાયો છે. આગથળા પગાર કેન્દ્ર શાળાના આચાર્યએ 2016-17 અને 2017-18માં આઠ શાળાની ગ્રાન્ટમાં ઉચાપત કરી હતી. મોરાલ , ઢાકણીયા વાસ, સરકારી ગોળીયા પ્રા. શાળા સહિત આઠ શાળાની ગ્રાન્ટ ચાઉ કરી ગયા હતા. વિદ્યાલક્ષી બોર્ડ ગ્રાન્ટ, સ્વચ્છતા ગ્રાન્ટ, ગુણોત્સવ ગ્રાન્ટ, શિષ્યવૃતિ ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષક પગાર ગ્રાન્ટ, પ્રવેશોત્સવ ગ્રાન્ટ, ફર્સ્ટ એઇડ ગ્રાન્ટ સહિતની ગ્રાન્ટમાં ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
Continues below advertisement