અમદાવાદઃ દિનેશ શર્માના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા સમર્થકોની પોલીસે કરી અટકાયત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ હવે દિનેશ શર્માના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં દિનેશ શર્માના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અસારવા,બાપુનગર,મેમકો,સરદારનગર સહિત શહેરના અલગ અલગ 25 વોર્ડમાં દિનેશ શર્માના સમર્થકોએ વિરોધ કર્યો હતો. હાલ અમદાવાદ મનપામાં કૉંગ્રેસના કાઉંસિલરોની સંખ્યા 47 છે.. જેની સામે પક્ષ તરફથી બે દિવસ અગાઉ કમળાબેન ચાવડાની નિયુક્તિ કરી.. એબીપી અસ્મિતા સાથે વાત કરતા દિનેશ શર્માએ સ્વીકાર્યુ કે તેમને કમળાબેન ચાવડાની નિયુક્તિ સામે કોઈ વાંધો નથી.. સાથે જ 25 વર્ષથી કૉંગ્રેસના જ કેટલાક નેતાઓએ પાર્ટીને બાનમાં લીધી હોવાનો પણ દિનેશ ચાવડાએ આક્ષેપ કર્યો હતો. પોલીસે દિનેશ શર્માના કેટલાક સમર્થકોની પણ અટકાયત કરી હતી.