Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

Continues below advertisement

Arvind Kejriwal: દિલ્હી અરવિંદ  કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે. પંજાબના સીએમ ભગવંત માન અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ તેમની સાથે છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું કે હું લાખો લોકોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે લાખો લોકો મંદિરો અને મસ્જિદોમાં ગયા. તેણે કહ્યું, હું સાચો હતો, હું યોગ્ય હતો, તેથી ભગવાને મારો સાથ આપ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું કે, તેમના જેલના સળીયા કેજરીવાલની હિંમતને નબળી ન પાડી શકે. જે રીતે ભગવાને મને જે રસ્તો બતાવ્યો છે તે જ રીત હું કામ કરતો રહીશ. દેશ વિરોધી શક્તિઓ દેશને કમજોર કરવાનું કામ કરી રહી છે.. હું તેમની સામે લડતો રહ્યો છું અને લડતો રહીશ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram