ભાજપના આ મંત્રીને થયો કોરોના, પંદર દિવસ અગાઉ લીધી હતી કોરોના વેક્સિન

Continues below advertisement
15 દિવસ પહેલા કોવિડ-19ની રસી લેનાર હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત થયો છું. હાલ સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને સલાહ છે કે, પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram