વડોદરાના પૂર્વ સાંસદને PSIએ લાફા માર્યા, માસ્કના દંડ બાબતે થયો હતો વિવાદ
Continues below advertisement
વડોદરાના ભૂતપૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી આપી હોવાનો વિવાદ થયો છે. અખિલ ભારતીય યુવક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેને માસ્ક યોગ્ય રીતે ન પહેર્યો હોવાથી બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા ગાયકવાડને પોલીસે માર્યા હોવાનો આક્ષેપ ગાયકવાડે કર્યો છે.
Continues below advertisement