ઉત્તર ગુજરાતના MLA ને વિપક્ષ નેતા બનાવાય તેવી રજૂઆત કરીશુંઃ બળદેવજી ઠાકોર

Continues below advertisement
મહાનગરપાલિકા,પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ હાઈકમાંડ સમક્ષ રાજીનામું ધરી દીધું. ત્યારે હવે કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નવાનેતાની શોધખોળ આદરી છે. જોકે કૉંગ્રેસની નવા વિપક્ષી નેતાની શોધખોળ વચ્ચે જ કેટલાક ધારાસભ્યોએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં નિવાસ સ્થાને બેઠક મળી.જેમાં ગેનીબેન ઠાકોર, બળદેવજી અને સી.જે ચાવડા હાજર રહ્યા. જેમાં બળદેવજીએ કહ્યું ઉત્તર ગુજરાતના નેતાઓમાંથી કોઈને વિપક્ષ નેતાનું પદ મળે તેને લઈ રજૂઆત કરીશું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram