આસામમાં ‘ચા’ના મજૂરોના મહેનતાણાના બહાને રાહુલના નિવેદનથી રાજકીય વિવાદ
Continues below advertisement
આસામમાં ચાના મજૂરોના મહેનતાણાના બહાને રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી રાજકીય વિવાદ થયો છે..આસામના મજૂરોને એક સો સડસઠ રૂપિયા અને ગુજરાતી વેપારીઓને ચાના બગીચા અપાયાનો આરોપ રાહુલે લગાવ્યો. ચાનો વેપાર કરતા ગુજરાતી વેપારી પાસેથી મજૂરોનું મહેનતાણું વધારવામાં આવે તેવો પણ રાહુલે દાવો કર્યો છે તો આ મુદ્દે રાજકાણ ગરમાયું છે ગુજરાતમાં...મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજ પ્રમુખે રાહુલને આડેહાથ લીધા.મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીના શબ્દો ગુજરાતીઓ માટે દ્વેષપૂર્ણ. રાહુલના ધિક્કારપાત્ર તિરસ્કારને ગુજરાત નહીં સ્વિકારે. દરેક ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને યોગ્ય જવાબ આપશે.
Continues below advertisement