Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmita
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRahul Gandhi America Tour Latest News: અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, "આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની વિવિધતા છે. અમે માનીએ છીએ કે દરેકને સામેલ થવાની મંજૂરી આપવામાં આવવી જોઇએ, સપના જોવાની મંજૂરી આપવી જોઇએ અને તેની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસની પરવા કર્યા વના તેને જગ્યા આપવી જોઇએ.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આ એક લડાઈ છે અને આ લડાઈ 2024ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના કરોડો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે ભારતના વડાપ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે કહ્યું છે તે બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. એ વાત લોકોને ચૂંટણીમાં સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ અને મેં એવું થતું જોયું.