Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

Continues below advertisement

પાલિકા અને પંચાયતની ચૂંટણી હજુ પાછળ ઠેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.. અગાઉ ઓબીસી અનામતને કારણે અટકી પડેલી ચૂંટણી ડિસેમ્બર અંત કે જાન્યુઆરીમાં યોજાઈ તેવી શક્યતાઓ હતી..પરંતુ હજુ પણ આ ચૂંટણીઓ મે મહિના પહેલા યોજાય તેવી કોઈ શક્યતાઓ નથી..આ ચૂંટણીનું જાહેરનામું એપ્રિલ મહિનામાં બહાર પડી શકે છે..સરકાર હાલ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત છે..ફેબ્રુઆરી સુધી સરકાર સતત બજેટની જોગવાઈઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે.. આ દરમિયાન મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત રહેશે..

 રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram