અહમદભાઈના નિધનથી કોંગ્રેસ પક્ષને અને મારા જેવા યુવાનોને ખોટ પડી છેઃ હાર્દિક
Continues below advertisement
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સ્વ. અહમદ પટેલને શ્રધાંજલિ આપતા તેમની સાથેના અનુભવ યાદ કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે અહમદભાઈ તમામ સમાજને સાથે રાખીને ચાલનારા હતા. મિત્રતા નિભાવનાર અને વાયદો આપે તો કોઈપણ રીતે પૂર્ણ કરવો તે તેની ખાસિયત હતી. હું જેલમાં હતો ત્યારે મારા પિતાને ફોન કરીને વકીલની વ્યવસ્થા કરી હતી. અહમદભાઈના નિધનથી કોંગ્રેસ પક્ષને અને મારા જેવા યુવાનોને ખોટ પડી છે. અહમદભાઈની આત્માને ભગવાન શાંતિ આપે અને તેના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
Continues below advertisement