ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ પર જ્ઞાતિવાદના લગાવ્યા આરોપ
Continues below advertisement
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અને સાંસદ મિતેષ પટેલ વચ્ચેનો વિવાદ સપાટીએ આવતા મોટી રાજકીય ધમાલ શરુ થઈ ગઇ છે. ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ પર જ્ઞાતિવાદ ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. પટેલ જ્ઞાતિના નેતાઓને આગળ કરવા ક્ષત્રિય નેતાઓને નુકસાન પહોંચાડતા હોવાનો ગોવિંદ પરમારે આરોપ લગાવ્યો હતો. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ક્ષત્રિય મતદારો વધારે હોવા છતાં પણ મિતેષ પટેલના ઈશારે હરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાની સાથે ખુલીને ગોવિંદ પરમારે ઉભરો ઠાલવ્યો હતો. આ જ મુદ્દે રાજીનામાની ધમકી આપનાર ગોવિંદ પરમાર આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરશે
Continues below advertisement