Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગ

Continues below advertisement

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગ

બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો માટે અનેક નામો ઉમેદવારોની રેસમાં છે. પરંતુ કોણે ટિકીટ મળશે તે નક્કી નથી. સુત્રો અનુસાર, કોંગ્રસ, વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારી શકે છે. ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થાય તે પહેલા અન્ય દાવેદારોમાં ટૉપ પર રહેલા ઠાકરશી રબારીએ પાર્ટી પર જ ચાબખા મારવું શરૂ કર્યુ છે. તાજેતરમાં જ એક સભામાં ઠાકરશી રબારીએ કોંગ્રેસને રબારી સમાજની તાકાત વિશે પડકાર ફેંક્યો હતો. 

હાલમાં એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી સંબોધતા દેખાઇ રહ્યાં છે. આ દરમિયાન ઠાકરશી રબારી વાવ બેઠક પર કોંગ્રેસ માટે દાવેદારીને લઇને કોંગ્રેસને વ્યંગ કરી રહ્યાં છે. જાહેર મંચ પરથી ઠાકરશી રબારીએ હૂંકાર કર્યો છે કે, કોંગ્રેસ પક્ષ રબારી સમાજને નબળો ના સમજે, રબારી સમાજે પક્ષ માટે અનેક બલિદાન આપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram