Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ આકાશ પાતાળ એક કરી પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સલાહ આપતા કહ્યું હતું કે, અધ્યક્ષ હોવાના નાતે રાજકીય મીટીંગોમાં ભાગ લેવો ન જોઈએ અને અધ્યક્ષ પદની ગરિમા જાળવવી જોઈએ.
લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરને યાદ કરતા શક્તિસિંહે કહ્યું હતું કે, માવલંકર દાદા મરાઠી હતા. પરંતુ, તેમનું કાર્યક્ષેત્ર ગુજરાત હતું. તેઓ સ્પીકર બન્યા ત્યારથી એક ઉમદા પરંપરા છે કે ખુરશી પર માણસ બેસે તે માણસ રાજકીય પક્ષના સભ્યપદેથી રાજીનામું આપે. અત્યારના અધ્યક્ષને હું વિનંતી કરીશ કે મહેરબાની કરજો. આ પરંપરાને દાગ લાગે તેવું કામ ન કરતા આ ગુજરાતી પરંપરા છે. મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે, તમારી ફરજ છે કે સ્પીકરના પદને દાગ ન લાગવો જોઈએ. તમારી ફરજ છે કે, સ્પીકરના પદને દાગ ન લાગવો દેવો જોઈએ તમારે ના પાડવી જોઈએ કે રાજકીય મીટીંગમાં મારા અધ્યક્ષને લઈ જઈને હું મારા અધ્યક્ષને કલંકિત નહીું કરું તે કહેવાની જવાબદારી મુખ્યમંત્રીની છે.