Vaynad Assembly Result 2024 : વાયનાડ બેઠક પર શું છે પ્રિયંકા ગાંધીની સ્થિતિ?| Abp Asmita
Vaynad Assembly Result 2024 : વાયનાડ બેઠક પર શું છે પ્રિયંકા ગાંધીની સ્થિતિ?| Abp Asmita
દેશની બે અત્યંત મહત્વની લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થવાના છે. આ બે બેઠકોમાંથી સૌથી મોટી કેરળની વાયનાડ બેઠક છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા છે. અહીં તેમનો સીધો મુકાબલો ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સાથે છે. નવ્યા હરિદાસ કોઝિકોડની મ્યુનિસિપલ કાઉન્સિલર છે. વાસ્તવમાં કેરળની વાયનાડ સંસદીય સીટ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેઓ વાયનાડ અને રાયબરેલી બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાએથી જીત્યા હતા. બાદમાં રાહુલે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતગણતરી ચાલી રહી છે. બંને બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીની મતગણતરીના શરૂઆતના વલણોની વાત કરીએ તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 460 મતોથી આગળ છે. આ મતવિસ્તારમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભાજપના નવ્યા હરિદાસ અને ડાબેરી મોરચા (સીપીઆઈ)ના સત્યન મોકેરી સામે ચૂંટણી લડી રહ્યા છે.