Rajkot: ભરઉનાળે રાજકોટના ધોરાજીમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો પત્ર
Rajkot: ભરઉનાળે રાજકોટના ધોરાજીમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો પત્ર
પ્રમુખ રાજુભાઈ બાલધાએ ચીફ ઓફિસરને પત્ર લખ્યો.જેમાં ધોરાજીમાં દર સાત દિવસે પાણી આવે છે. તેની જગ્યાએ દર બે દિવસે તેમજ સ્વચ્છ પાણી આપવાની માંગ કરી છે. સાથે સાથે ધોરાજીમાં પાણીની સમસ્યાને કારણે જો કોઈ પાણી પ્રશ્ન આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે, અને લખ્યું કે ધોરાજી ફોફળ ડેમ તેમજ ભાદર-2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયાના કારણે લોકો હેરાન છે. અને દર સાત દિવસે પાણી વિતરણ કરાય છે. એ પણ ગંદુ પાણી વિતરણ. જેથી ધોરાજી ફિલ્ટર પ્લાન સાફ કરી દર બે દિવસે પાણી વિતરણ કરવાની માગ કરી. જો કે આ તરફ લલિત વસોયાએ ધોરાજી ભાજપ પ્રમુખ પર આકરા પ્રહાર કર્યા. લોકોના રોષનું ભોગ ન બનવું પડે એટલે ધોરાજી ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યાનો આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે 37 કરોડ રૂપિયાના ખર્ચે ધોરાજીમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપ લાઇનમાં હજી સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. તે પણ આરોપ લગાવ્યો કે સૌની યોજનાનું પાણી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને પોરબંદર વિસ્તારના અનેક ગામડાઓને મળતું નથી.