Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપ
સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થતાં નકલી બિયારણનો ખેલ શરૂ. હૈદરાબાદની રવિ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ગોંડલમાં મરચીનું નકલી બિયારણ ખેડૂતને પધરાવ્યું.નકલી બિરાયણ પધરાવતા કંપની સામે કાયદાકીય પ્રક્રિયા.જાગૃતિ ખેડૂતે ખેતીવાડી વિભાગના અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી.
સૌરાષ્ટ્રમાં વાવણી થતા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ ન ઉગતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું હોવાની સંભાવના છે.આગામી દિવસોમાં વધુ કેટલા ખેડૂતો નકલી બિયારણ અંગે ફરિયાદ કરે તેવી સંભાવના છે. મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત નથી થતું ત્યારે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે તેવો જ એક કિસ્સો ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું હતું.