Gujarat Tiranga Yatra | રાજકોટથી ભાજપની તિરંગા યાત્રાનો પ્રારંભ | ABP Asmita

Continues below advertisement

Gujarat Tiranga Yatra | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રા ના આકાશી દ્રશ્યો આવ્યા સામે.. રાજકોટ રેસકોસ થી જુબેલી ચોક સુધી 1.3 કિલોમીટર ની ભવ્ય યાત્રા યોજાઈ.. તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભાજપના નેતાઓ પ્રદેશ નેતાઓ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત.. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓનું સફળ આયોજન .. આકાશી દ્રશ્યો માં જોઈ શકાય છે દેશની આન,બાન અને શાંન ત્રિરંગો.

સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિત તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા. તિરંગા યાત્રા પૂર્વે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ. ભુપેન્દ્ર પટેલ, જે.પી.નડ્ડા સહિતનાઓએ સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો. બહુમાળી ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ રેશકોર્ષ રીંગરોડ થઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રાને લઈ રૂટ પર તિરંગો માહોલ છવાયો. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાએ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળાના ખબર પૂછ્યા.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram