Jayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાત

Continues below advertisement

Jayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાત

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પછોતરા વરસાદના કારણે રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના ખેતરમાં પાથરવામાં આવેલી મગફળીના પાથરા તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાની અંગે સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની ગણાતી બેન્ક એવી રાજકોટ ડીસ્ટ્રીક ઓપરેટિવ બેન્ક દ્વારા રૂપિયા 1000 કરોડના ધિરાણની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા ઝીરો ટકાના વ્યાજ દર પર રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram